Shree Lohana Samaj (Sangathan) Trust Konkan Vibhag

SHREE LOHANA MAHAPARISHAD-
શ્રી લોહાણા મહાપરિષદ

Today’s Date

Jay jalaram ! Jay Raghuvansham !!!

મહારાષ્ટ્ર ના ઐતિહાસિક નગરે એક્સો સોળ વરસ પુરાતન શ્રી રામ મંદિર નો જીર્ણોદ્ધાર મહોત્સવ સમારોહ કાર્યક્રમ ધૂમ ધામ પૂર્વક સંપન્ન થયું
શ્રી રામ મંદિર ટ્રસ્ટ ઊરણ , શ્રી ઊરણ લોહાણા મહાજન અને રામ મંદિર જીર્ણોધાર સમિતિ ના સંયુક્ત પ્રયત્નો થી તથા સમાજ ના ભામાસા સમાન દાતાઓ ના યોગદાન થી શ્રી રામ મંદિર નું પુન : ભવ્ય નિર્માણ તથા પ્રાણ્રતિષ્ઠા મહોત્સવ નું કાર્ય સંપન્ન થયું છે.
તારીખ ૧૦,૧૧,૧૨ મે ૨૦૨૩બુધવાર, ગુરુવાર અને શુક્રવાર ના શુભ દિવસોમાં વિવિધ કાર્યક્રમો દ્વારા આ પ્રસંગની ઉજવણી કરવામાં આવી હતી.

તારીખ ૧૦ મે સવારે ૮.૩૦ શોભા યાત્રા થી આ ઉત્સવ નું શુભારંભ કરવામાં આવ્યું‌ જેમાં ઊરણ નગરના ગલ્લી ગોખ અને ચૌટા ચોક દિકરીઓ અને મહિલાઓ‌‌ એ કળશ ધારણ કરી પુરૂષોએ પણ આ યાત્રા માં મોટી સંખ્યામાં હાજરી આપી હતી. ૧૧ કલાકે ગણેશ પૂજન તથા વિવિધ પૂજાઓ કરવા માં આવી. આજ દિવસે દેવાલય વસ્તુ પૂજન પણ કરવામાં આવ્યું.

તારીખ ૧૧ મે ,સવારે ૯ કલાકે થી અગ્નિ મંતથ દ્વારા અગ્નિ સ્નાપન કરી ગૃહ હવન અને પ્રધાન હવન કરવામાં આવ્યું. મુખ્ય યજમાનો, ગ્રામજનો અને આમંત્રિત મહેમાનો એ આહુતિ નો લાભ લીધો. સાંજે અન્નાધિવાસ, ધૃતાધિવાસ દ્વારા સ્થાપિત મુર્તિઓ ને પોઢાડવામાં માં આવી.

તારીખ ૧૨ મે ,સવારે દેવતાઓ નું પ્રાણ્રતિષ્ઠા પૂજન અને દેવાલય માં મૂર્તિ સ્થાપન નું કાર્યક્રમ સંપન્ન થયું. બપોરે આશરે બે હજાર ગ્રામજનો અને આમંત્રિત મહેમાનો એ મહાપ્રસાદ નો લાભ લીધો.

આ પ્રમાણે ભગવાનની અસીમ કૃપા એન આશીર્વાદથી આ આનંદ ઉત્સવની ઉજવણી કરવામાં આવી. શ્રી સતિષભાઈ વિઠલાણી , ડૉક્ટર શ્રી સુરેશભાઈ પોપટ , શ્રી ધર્મેન્દ્ર ભાઈ કારીયા , શ્રી પીયુષભાઈ ગંઠા , શ્રી હર્ષદભાઈ મણિધર, શ્રી ધીરુભાઈ રાજા, મીનાબેન ઠક્કર , ડૉક્ટર શ્રી પ્રવીણભાઈ દૈયા , શ્રી નીતિનભાઈ પાંધી , C.A શ્રી પરાગ ભાઈ ઠક્કર , તથા વિવિધ મહાજનો ના ટ્રસ્ટી, પદ અધિકારીઓ , પ્રતિનિધિઓ નો વિશેષ આભાર.

જય શ્રી રામ ! જય જલારામ !! જય રઘુવંશમ !!!

Search

No Responses

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *